રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનાની સરખી તળાવડી
ને તળાવડી પર આંબો,
આંબો મ્હોરે ઝળૂંબિયો –
મારો પંથ ઘણો રે લાંબો –
સહિયર, પંથ ઘણો રે લાંબો.
કારતક કળી કૉળી નહિ
ને માગસર મનનો માની;
પોષે પૂનમ પારકી –
મારી માહે માળ ભીંજાણી –
મારા મનની મને સમાણી,
સખી, મારા મનની મને સમાણી!
ફાગણ ફૂલફોર્યો નહિ,
સખી, ચૈતર ચૂવ્યો ચોક,
વૈશાખ વગડે વહી ગયો,
નહિ જેઠે જામ્યો જોગ –
સખી, કવળા જગના લોક –
મારે અવળા સૌ સંજોગ.
અષાડ અધડૂકો ગયો
ને શ્રાવણ શૂળી પેર,
ભાદરવો ભીંજ્યો નહિ
ને આસો પેલી મેર –
મારી વીખરી નાજુક સેર,
સખી, મારી વીખરી નાજુક સેર.
બારમાસી નહિ પાંગરી
ને તળાવડી પર આંબો –
આંબો મ્હોરે ઝળૂંબિયો
મારો પંથ ઘણો રે લાંબો –
સખી, મારો પંથ ઘણો રે લાંબો
સહિયર, પંથ ઘણો રે લાંબો!
nani sarkhi talawDi
ne talawDi par aambo,
ambo mhore jhalumbiyo –
maro panth ghano re lambo –
sahiyar, panth ghano re lambo
kartak kali kauli nahi
ne magsar manno mani;
poshe punam paraki –
mari mahe mal bhinjani –
mara manni mane samani,
sakhi, mara manni mane samani!
phagan phulphoryo nahi,
sakhi, chaitar chuwyo chok,
waishakh wagDe wahi gayo,
nahi jethe jamyo jog –
sakhi, kawla jagna lok –
mare awla sau sanjog
ashaD adhDuko gayo
ne shrawan shuli per,
bhadarwo bhinjyo nahi
ne aaso peli mer –
mari wikhri najuk ser,
sakhi, mari wikhri najuk ser
barmasi nahi pangri
ne talawDi par aambo –
ambo mhore jhalumbiyo
maro panth ghano re lambo –
sakhi, maro panth ghano re lambo
sahiyar, panth ghano re lambo!
nani sarkhi talawDi
ne talawDi par aambo,
ambo mhore jhalumbiyo –
maro panth ghano re lambo –
sahiyar, panth ghano re lambo
kartak kali kauli nahi
ne magsar manno mani;
poshe punam paraki –
mari mahe mal bhinjani –
mara manni mane samani,
sakhi, mara manni mane samani!
phagan phulphoryo nahi,
sakhi, chaitar chuwyo chok,
waishakh wagDe wahi gayo,
nahi jethe jamyo jog –
sakhi, kawla jagna lok –
mare awla sau sanjog
ashaD adhDuko gayo
ne shrawan shuli per,
bhadarwo bhinjyo nahi
ne aaso peli mer –
mari wikhri najuk ser,
sakhi, mari wikhri najuk ser
barmasi nahi pangri
ne talawDi par aambo –
ambo mhore jhalumbiyo
maro panth ghano re lambo –
sakhi, maro panth ghano re lambo
sahiyar, panth ghano re lambo!
સ્રોત
- પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 737)
- સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2007