કડવું ૧ર
રાગ જિતશ્રી
હંસ ભણે : ‘હો ભામિની! બ્રહ્માંડ ત્રણ જોયાં સહી,
પણ નળની જોડે મેળવું, મહીતળમાં તુલના કો નહિં. ૧
જુગ્મ રવિસુત રૂપ આગળ જાય નાખી વાટ,
ગંભીરતાએ વર્ણવું, પણ અર્ણવમાં ખારાટ. તુલના૦ ર
શીતળતાએ શશી હાર્યો મૂકે કળા પામી કષ્ટ :
તેજથી આદિત્ય નાઠો ફરે મેરુની પૃષ્ઠ. તુલના૦ ૩
ઈશ્વર-જુદ્ધથી ઇંદ્ર હાર્યો ઉપાય કરે છે લાખ;
નળ આગળ મહિમા ગયો માટે મહાદેવ ચોળે રાખ. તુલના૦ ૪
નૈષધ દેશના ભૂપને દેખી દેવને થઈ ચિંતાય :
‘રખે આપણી સ્ત્રીઓ નળને પરણે,’ સર્વે માંડી રક્ષાય. તુલના૦ પ
લક્ષ્મીનું મન ચળ્યું જાણી વિષ્ણુ મંન વિમાસે;
પ્રેમદાને લેઈ પાણીમાં પેઠા, બેઠા શેષને વાંસે. તુલના૦ ૬
હેમસુતાને લેઈ હર નાઠા, ગયા ગુફા માંહે.
સહસ્ત્ર આંખ ઇંદ્રે કીધી, નારીને જતી જોવાયે. તુલના૦ ૭
સુધ્ય-બૂધ્યને ધીરે નહિ ગણપતિ, અહરનિશ રાખે પાસ;
ઋષિપત્નીઓને ઋષિ લેઈ [જઈ] રહ્યા વનવાસ. તુલના૦ ૮
પાતાળમાં લેઈ પદમણીને વસ્યો વરુણરાય;
સ્વાહાને સાચવવાને અગ્નિએ ધરી અડતાળીસ કાય. તુલના૦ ૯
ચંદ્ર-સૂર્ય તાં નાસતા ફરે, રખે ઠરતી નારી;
નારદ ઋષિ આગળથી ચેત્યા, પોતે રહ્યા બ્રહ્મચારી.’ તુલના૦ ૧૦
હંસ કહે : ‘હો હરિવદની! એમ સહુએ શ્યામા સંતાડી;
નળે રૂપ-ગુણ-જશ-તેજથી સર્વે સૃષ્ટિ કષ્ટ પમાડી. તુલના૦ ૧૧
પુરુષને અદેખાઈનું બળતું, નારીને દહે કામ;
અનળ પ્રગટ્યો સર્વેને, માટે ‘નળ’ ધરિયું નામ. તુલના૦ ૧ર
જપ તપ વ્રત નેમ જેણીએ સેવ્યો હશે હેમ પરવત,
તે નારી નળને પરણશે જેણીએ મૂક્યું હશે કાશી કરવત. તુલના૦ ૧૩
બ્રહ્માની સૃષ્ટિ માંહાં કો ન મળે જાચક રૂપ,
નળને દાને દારિદ્ર છેદ્યાં; ભિક્ષુક કીધા ભૂપ.’ તુલના૦ ૧૪
ત્યારે નરમ થઈ દમયંતી બોલી : ‘નિર્મળ નળ ભૂપાળ;
તેમ કર તું,ભાઈ! માહારો ત્યાંહાં મળે વેવિશાળ.’ તુલના૦ ૧પ
હંસ કહે : ‘રે ફોકટ ફાંફાં; જેમ વામણો ઇચ્છે આંબા-ફળ,
તેમ તુઝને ઇચ્છા થઈ જે ભરથાર પામવો નળ. તુલના૦ ૧૬
હજાર હંસ રે હું સરખા ફરે છે નૈષધપતિના દૂત;
ખપ કરીને પરણાવીએ આ તે તું સરખું ભૂત?’ તુલના૦ ૧૭
વચન સુણી વિહંગમનાં અબળાએ મૂક્યો અહંકાર :
‘ભૂંડા! એમ શું અમને નિભ્રંછે? આપણે થયો છે મિત્રાચાર. તુલના૦ ૧૮
સ્નેહ તે સાત કરમનો એમ વદે વેદ ને ન્યાય;
એહવું જાણી પરણાવ નળ-શું, હું લાગું તાહરે પાય. તુલના૦ ૧૯
વલણ
પાયે લાગું ને નળ માગું, હું આવી તાહરે શરણે રે;
નહિ તો પ્રાણ જાશે માહારા ને પિંડ પડશે ધરણ રે.’ ર૦
kaDawun 1ra
rag jitashri
hans bhane ha ‘ho bhamini! brahmanD tran joyan sahi,
pan nalni joDe melawun, mahitalman tulna ko nahin 1
jugm rawisut roop aagal jay nakhi wat,
gambhirtaye warnawun, pan arnawman kharat tulna0 ra
shitaltaye shashi haryo muke kala pami kasht ha
tejthi aditya natho phare meruni prishth tulna0 3
ishwar juddhthi indr haryo upay kare chhe lakh;
nal aagal mahima gayo mate mahadew chole rakh tulna0 4
naishadh deshana bhupne dekhi dewne thai chintay ha
‘rakhe aapni strio nalne parne,’ sarwe manDi rakshay tulna0 pa
lakshminun man chalyun jani wishnu mann wimase;
premdane lei paniman petha, betha sheshne wanse tulna0 6
hemasutane lei har natha, gaya gupha manhe
sahastr aankh indre kidhi, narine jati jowaye tulna0 7
sudhya budhyne dhire nahi ganapati, aharnish rakhe pas;
rishipatnione rishi lei [jai] rahya wanwas tulna0 8
patalman lei padamnine wasyo warunray;
swahane sachawwane agniye dhari aDtalis kay tulna0 9
chandr surya tan nasta phare, rakhe tharti nari;
narad rishi agalthi chetya, pote rahya brahamchari ’ tulna0 10
hans kahe ha ‘ho hariwadni! em sahue shyama santaDi;
nale roop gun jash tejthi sarwe srishti kasht pamaDi tulna0 11
purushne adekhainun balatun, narine dahe kaam;
anal prgatyo sarwene, mate ‘nal’ dhariyun nam tulna0 1ra
jap tap wart nem jeniye sewyo hashe hem parwat,
te nari nalne paranshe jeniye mukyun hashe kashi karwat tulna0 13
brahmani srishti manhan ko na male jachak roop,
nalne dane daridr chhedyan; bhikshuk kidha bhoop ’ tulna0 14
tyare naram thai damyanti boli ha ‘nirmal nal bhupal;
tem kar tun,bhai! maharo tyanhan male wewishal ’ tulna0 1pa
hans kahe ha ‘re phokat phamphan; jem wamno ichchhe aamba phal,
tem tujhne ichchha thai je bharthar pamwo nal tulna0 16
hajar hans re hun sarkha phare chhe naishadhapatina doot;
khap karine parnawiye aa te tun sarakhun bhoot?’ tulna0 17
wachan suni wihangamnan ablaye mukyo ahankar ha
‘bhunDa! em shun amne nibhranchhe? aapne thayo chhe mitrachar tulna0 18
sneh te sat karamno em wade wed ne nyay;
ehawun jani parnaw nal shun, hun lagun tahre pay tulna0 19
walan
paye lagun ne nal magun, hun aawi tahre sharne re;
nahi to pran jashe mahara ne pinD paDshe dharan re ’ ra0

સ્રોત
- પુસ્તક : પ્રેમાનંદની કાવ્યકૃતિઓ (પૃષ્ઠ ક્રમાંક 410)
- સંપાદક : કે. કા. શાસ્ત્રી, શિવલાલ જેસલપુરા