રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોચાખડીઓના સ્વર શમતા, પણ, વાણી ના શમતી રે
વ્યગ્ર ઇન્દ્રને મનને મનમાં વાત એક બસ ભમતી રે
'નથી નથી બ્રહ્મા વિષ્ણુને
નથી, નથી કૈં શિવને રે
કળિ આવતાં બદલાવાનું
એક જ શું આ જીવને રે!’
ત્યાં ધસતા આવ્યાં ઇન્દ્રાણી અને પૂછેઃ ‘હે દેવ,
આપ થયા છો ક્ષુબ્ધ ચિત્ત, તે કારણ કહો તતખેવ!’
જતા ઇન્દ્રને દુ:ખમય જોવા
હરખ ધરે ઇન્દ્રાણી રે
જઈને હળવે પૂછેઃ
‘આંખો શેં ભીંજાણી રે?'
ગદ્ ગદ બનતા નટની જેમ જ વેણ વદે ના એકે
દેવરાજ આંખોથી બોલે આંસુઓને ટેકે
વલણ
દેવરાજની આંખે દીઠાં આંસુ દીઠાં આંખે રે
ઇન્દ્રાણી પંખિણી જાણે નભ તોળાયું પાંખે રે.
chakhDiona swar shamta, pan, wani na shamti re
wyagr indrne manne manman wat ek bas bhamti re
nathi nathi brahma wishnune
nathi, nathi kain shiwne re
kali awtan badlawanun
ek ja shun aa jiwne re!’
tyan dhasta awyan indrani ane puchhe ‘he dew,
ap thaya chho kshubdh chitt, te karan kaho tatkhew!’
jata indrne duhakhmay jowa
harakh dhare indrani re
jaine halwe puchhe
‘ankho shen bhinjani re?
gad gad banta natni jem ja wen wade na eke
dewraj ankhothi bole ansuone teke
walan
dewrajni ankhe dithan aansu dithan ankhe re
indrani pankhini jane nabh tolayun pankhe re

સ્રોત
- પુસ્તક : કાલાખ્યાન (પૃષ્ઠ ક્રમાંક 7)
- સર્જક : ચિનુ મોદી
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2002