કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
Constantine P. Cavafy
વારેઘડીએ એ
જિંદગી વધુ સારી રીતે જીવવાના
શપથ લે છે
પણ જ્યારે રાત
એની સલાહકાર-મંડળીને લઈને આવે છે
એના કોલ લઈને એનાં સમાધાનો લઈને
જ્યારે રાત
શરીર પરના આધિપત્યને લઈને આવે છે
ફંફોસે છે અને ઝંખે છે
મૂંઝાયેલો એ
એ જ, એના એ જ જીવલેણ મોજશોખો તરફ
પાછો ફરે છે.
wareghDiye e
jindgi wadhu sari rite jiwwana
shapath le chhe
pan jyare raat
eni salahakar manDline laine aawe chhe
ena kol laine enan samadhano laine
jyare raat
sharir parna adhipatyne laine aawe chhe
phamphose chhe ane jhankhe chhe
munjhayelo e
e ja, ena e ja jiwlen mojshokho taraph
pachho phare chhe
wareghDiye e
jindgi wadhu sari rite jiwwana
shapath le chhe
pan jyare raat
eni salahakar manDline laine aawe chhe
ena kol laine enan samadhano laine
jyare raat
sharir parna adhipatyne laine aawe chhe
phamphose chhe ane jhankhe chhe
munjhayelo e
e ja, ena e ja jiwlen mojshokho taraph
pachho phare chhe
સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 47)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023
