કેટલાંકને ગમે, કવિતા
Ketlakne Game, Kavita
વિસ્લાવા સિમ્બોર્સ્કા
Wislawa Szymborska
વિસ્લાવા સિમ્બોર્સ્કા
Wislawa Szymborska
કેટલાંકને ગમે કવિતા
કેટલાંકને –
બધાંને નહિ, બહુમતીનેય નહિ. લઘુમતીને. શાળાઓ ન ગણીએ,
(ત્યાં તો વાંચવી જ પડે)
અને કવિઓને પોતાને ન ગણીએ,
તો હજારે બે હશે.
ગમે –
એમ તો કોઈને ચિકન સૂપ ગમે, નૂડલ સાથે,
કોઈને ગમે પ્રશંસા અને ભૂરો રંગ,
કોઈને જૂનો સ્કાર્ફ,
કોઈને પોતાનો કક્કો ખરો કરવો ગમે,
કોઈને કૂતરો થપથપાવવો ગમે.
કવિતા –
પણ શું છે કવિતા
આ પ્રશ્નના ઘણા અવળસવળ ઉત્તરો અપાયા છે.
પણ હું જાણતી નથી અને હું જાણતી નથી અને અઢેલી રહું છું એને,
જાણે ટેકો આપતો કઠેરો હોય.
સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 27)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023
