hataashaamaan ek vyakti bethii hatii - Translated Poem | RekhtaGujarati

હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી

hataashaamaan ek vyakti bethii hatii

વિનોદ કુમાર શુક્લ વિનોદ કુમાર શુક્લ
હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી
વિનોદ કુમાર શુક્લ

હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી

વ્યક્તિને હું જાણતો નહોતો

હતાશાને જાણતો હતો

એટલા માટે હું એની પાસે ગયો

મેં હાથ લંબાવ્યો

મારો હાથ પકડીને ઊભો થયો

મને તે જાણતો નહોતો

મારા લંબાવેલા હાથને જાણતો હતો

અમે બંને સાથે ચાલ્યા

બંને એકબીજાને જાણતા નહોતા

સાથે ચાલવાનું જાણતા હતા.

સ્રોત

  • પુસ્તક : પરબ : ૧૦ મે, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : કિરીટ દૂધાત
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ