avaajo - Translated Poem | RekhtaGujarati

ઉચ્ચતમ અવાજો,

જે મરણ પામ્યાં છે તેમના પ્રેમાળ અવાજો

અથવા તો મરી ગયા હોય એમ

આપણે જેમને ગુમાવી બેઠા છીએ એમના.

ક્યારેક સપનાંમાં એ આપણી સાથે વાતો કરે છે

ક્યારેક વિચારોમાં, મન એને સાંભળતું હોય છે.

અને એ અવાજો ક્યારેક

એકાદ ઘડી માટે પણ પડઘાવે છે

આપણી જિંદગીની પહેલી કવિતાના ધ્વનિ

આઘે-આઘે ઓસરી જતા કોઈ રાત્રિના સંગીતની જેમ.

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023