રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકબર પર બાળવાર્તાઓ
યહૂદી, ખ્રિસ્તી અને
ઇસ્લામ ધર્મ પાળનારી પ્રજામાં શબને અંતિમવિધિ તરીકે દફનાવવાનો રિવાજ છે. શબને દફનાવ્યા બાદ તે સ્થાને તેની પર રચવામાં આવતા સ્મારકને ‘કબર’ કહે છે. આમ, કબર મૃત્યુ, મોતનું પ્રતીક ગણી શકાય. સાહિત્યકૃતિઓમાં કબરનો સાતત્ય સાથે મૃત્યુની અવેજમાં ઉપયોગ થતો આવ્યો છે : ‘એના પગ કબરમાં લટકતા હતા / એનું મરણ થાય તો એની કબર પર કોઈ ફૂલ મૂકવાવાળું પણ નહોતું / એને લાગ્યું કે જાણે કબરમાંથી ઊઠીને એ સામે ઊભો છે... જેવા વાક્યપ્રયોગો સહજ છે. કાવ્યોમાં વિશેષતઃ ગઝલોમાં કબર શબ્દનો અતિરેક થઈ ચૂક્યો છે એમ કહી શકાય. કેટલાક ઉદાહરણ : મરણની બાદ છે બાકી જીવનસફર ‘બેફામ’, ઊઠો કબરથી કે એ આખરી મુકામ નથી. (બેફામ) *** સ્મશાનવત્ બજારો કબરવત્ ઘરો અદમ લાગે છે કોઈ સંત વિનાનું આ ગામ છે (અદમ ટંકારવી) *** ફરી ઊઠું કબર મહીંથી હું, જો તું અશ્રુથી તરબતર આવે. (અનંતરાય ઠક્કર ‘શાહબાઝ’) *** ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા. (અમૃત ઘાયલ) *** દટાઈ ગયા ઘરની માટીમાં સૌ કબરનાં જુદાં કોઈ સ્થાનો નથી (આદિલ મન્સૂરી)
બાળવાર્તા(5)
-
કાચબાની પીઠ
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. રાધનપુર નામે એક નાનું રાજ્ય હતું. તેની પાસે એક નાનું જંગલ હતું. જંગલમાં કચુ નામે કાચબો રહે. આ કચુને એક કાબર સાથે દોસ્તી હતી. એ કાબરનું નામ કવલી હતું. આપણે જે જમાનાની વાત કરીએ છીએ તે જમાનામાં કાચબાને પીઠ પર ઢાલ ન હતી.
-
હાથીભાઈની યુક્તિ
એક હતો સિંહ. તમને તો ખબર છે ને કે રોજ-રોજ એક-એક પશુ સિંહનો ખોરાક બનીને તેની પાસે જતું હતું. તેમાં એક વખત સસલાનો વારો આવેલો અને તેણે ચતુરાઈ કરીને સિંહને કૂવામાં નાખી દીધેલો. અને ત્યારે જંગલમાં સૌને હાશ થઈ ગયેલી. તમને ખબર છે ને આ ચતુર સસલાની વાત?
-
કામચોર કાગડો
કાબર અને કાગડાએ ભાગીદારીમાં ખેતર ખેડવાનું નક્કી કર્યું. બંનેએ ખેતરમાં સરખું કામ કરવાનું અને જે ઊપજ આવે તે સરખા ભાગે વહેંચી લેવાનું નક્કી કર્યું. કાબર ભોળી. કાગડો લુચ્ચો અને આળસુ. પ્રથમ તો જમીન ખેડવાની વાત આવી. કાબર તે માટે કાગડાને બોલાવવા ગઈ,