Famous Gujarati Laghukavya on Aadiwasi Kavita | RekhtaGujarati

આદિવાસી કવિતા પર લઘુકાવ્ય

પહેલા આદિવાસી સંજ્ઞા

બાબત સ્પષ્ટતા કરીએ. આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને ભારતમાં આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર એમને મૂળ વસાહતીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકારના બંધારણમાં આદિવાસીઓને અનુસૂચિત જનજાતિ તરીકેનો દરજ્જો આપવામાં આવેલ છે. આદિવાસી કવિતાના મુખ્ય બે પ્રકાર પડી શકે : આદિવાસીઓનું પોતાનું સાહિત્ય જે આદિવાસી લેખક કે કવિ રચિત હોઈ શકે કે લોકસાહિત્ય પણ હોઈ શકે અને આદિવાસીઓના જીવનને લગતા કાવ્ય. જેમકે જિતેન્દ્ર વસાવા અને બાબુ સંગાડા, પ્રવીણ ખાંટ કે હિન્દી ભાષામાં લખતાં જેસિન્ટા કેરકેટ્ટા જેવા કવિઓની કવિતાઓ.

.....વધુ વાંચો

લઘુકાવ્ય(1)