mitha ujagra - Theatre Song | RekhtaGujarati

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા,

જોતી'તી વ્હાલાની વાટ રે....

અલબેલા કાજે ઉજાગરા.

પગલે પગલે એના ભણકારા વાગતા,

અંતરમાં અમથા ઉચાટ રે...

અલબેલા કાજેo

બાંધી મેં હોડ આજ નીંદરડી સાથે ત્યાં,

વેરણ હીંડોળાખાટ રે...

અલબેલા કાજેo

ઘેરાતી આંખડીને દીધા સોગન મેં,

મટકું માર્યું તો તારી વાત રે...

અલબેલા કાજેo

આજના તો જાગરણે આતમા જગાડ્યો.

જાણે ઊભી હું ગંગાને ઘાટ રે...

અલબેલા કાજેo

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા.

સ્રોત

  • પુસ્તક : સિગ્નેચર પોયમ્સ (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સંપાદક : મણિલાલ હ. પટેલ, ગિરિશ ચૌધરી
  • પ્રકાશક : એકત્ર ફાઉન્ડેશન (ડિજિટલ પ્રકાશન)
  • વર્ષ : 2021