wamalawanman - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વમળવનમાં

wamalawanman

જગદીશ જોશી જગદીશ જોશી
વમળવનમાં
જગદીશ જોશી

હવાલા, હેવાલો, હરફર બધી સભ્ય-પદની,

સભાઓ, ચ્હેરાઓ, ખડખડ થતી તાળી મદની:

અને સિદ્ધાંતોની અદલીબદલી: વંધ્ય શમણાં:

કુટુંબે કાંતેલી સકળ કથની: સ્નેહ ભ્રમણા.

સહી છે કૈં કૈં મેં વમળવનમાં અંધ ઘૂમરી.

વછોડેલા સંગો, અઢળક પ્રસંગોની ડમરી.

સગાંઓ, મિત્રો કે જનમન તણી કે ગમ નથી:

મને છોડો છોડો નિયતિકૃત નિત્યક્રમથી.

તુવે હું પંપાળું પવનતુરગો કેરી પીઠને

અને લીલાં વૃક્ષો, સરવર તણી આર્દ્ર મીટને,

અહીં આંખો સામે શિખર, નભ ને મુક્ત વિહગ:

હવે હું મારાથી પળપળ થઈ જાઉં અલગ.

ત્યજીને વ્યક્તિનાં, વળી અહમનાં આક્રમણને

સજાવું મૂગેરાં અભરસભરાં સંક્રમણને.

(૧૬-૮-૧૯૭પ)

સ્રોત

  • પુસ્તક : વમળનાં વન (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : જગદીશ જોશી
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1976