રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસામે સામે પથ પર જતાં માર્ગ કેરા વળાંકે
ન્યાળી આજે પ્રથમ જ તને, કેટલો કાળ સ્વલ્પ!
તેમાં યે હે રમણી! દૃગની દીપ્તિના ચારુ પાતે
આખી ઝાંખી કરી શી દીધ સૌંદર્યની મારી ખલ્ક!
એનો છે ના જરીય ઉરમાં શોચ કૈં કિંતુ જાણે?
કે સુણીને ગીત, નીરખી વા સંધિના રંગ ભવ્ય
જાગે કેવો અધિકતર માધુર્યનો શોષ પ્રાણે?
થાતું, જો તેં મિલન સ્મૃતિથી કૈં કીધું હોત ધન્ય!
સાયંકાલે ધૂસર પુરનાં વૃક્ષના મૂર્ઘ્ન દેશે
સોહંતી તે, તરલ નહિ તારા જશી, તન્વી બીજ;
તેં તો મારા નિબિડ નિશિ-સૌંદર્યના સૌ નિવેશે
રે અંધારાં પલક મહીં અંઘોળિયાં લુપ્ત વીજ!
સાથે બે કૈં ડગ ભરી બની હોત જો મિત્રતુલ્ય...
ના, ના, એથી અધૂરપ તણું દર્દ છે આ અમૂલ્ય.
same same path par jatan marg kera walanke
nyali aaje pratham ja tane, ketlo kal swalp!
teman ye he ramni! drigni diptina charu pate
akhi jhankhi kari shi deedh saundaryni mari khalk!
eno chhe na jariy urman shoch kain kintu jane?
ke sunine geet, nirkhi wa sandhina rang bhawya
jage kewo adhiktar madhuryno shosh prane?
thatun, jo ten milan smritithi kain kidhun hot dhanya!
sayankale dhusar purnan wrikshna moorghn deshe
sohanti te, taral nahi tara jashi, tanwi beej;
ten to mara nibiD nishi saundaryna sau niweshe
re andharan palak mahin angholiyan lupt weej!
sathe be kain Dag bhari bani hot jo mitrtulya
na, na, ethi adhurap tanun dard chhe aa amulya

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000