રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવિદાય, પ્રિય કલ્પના, અવ વિદાય, દેવી, સખી!
અકેલ મનમ્હેલને શયન કૈંક રાતો રહી,
મન સકલ સંગનાં સ્વપનની જ વાતો કહી;
પરંતુ પ્રિય, અંતમાં તવ વિદાય લેવી લખી!
વિદાય, પ્રિય, શેષ આ મિલનરાત રે કલ્પના!
અહીં પલકવાર રહૈ નજરબ્હાર ચાલી જશે,
છતાંય મન વેદનામુખર થૈ ન ખાલી થશે,
હશે નયનમાં ન નીર, નહિ હોઠપે જલ્પના!
હવે ક્ષિતિજપાર કો અવર ઝૂલણે ઝૂલજે,
અહીં સ્મરણમાં ન એક પણ ગીત મૂકી જજે,
અબોલ મુજ અંતરે અફળ પ્રીત મૂકી જજે;
મને ક્ષણિક સંગના પથિકને હવે ભૂલજે!
વિદાય પ્રિય, જા! તને મનકથાય ક્હેવી નહીં,
હવે ગહન મૌનમાં મનવ્યથા જ સ્હેવી રહી!
widay, priy kalpana, aw widay, dewi, sakhi!
akel manamhelne shayan kaink rato rahi,
man sakal sangnan swapanni ja wato kahi;
parantu priy, antman taw widay lewi lakhi!
widay, priy, shesh aa milanrat re kalpana!
ahin palakwar rahai najrabhar chali jashe,
chhatanya man wednamukhar thai na khali thashe,
hashe nayanman na neer, nahi hothpe jalpana!
hwe kshitijpar ko awar jhulne jhulje,
ahin smaranman na ek pan geet muki jaje,
abol muj antre aphal preet muki jaje;
mane kshnik sangna pathikne hwe bhulje!
widay priy, ja! tane manakthay khewi nahin,
hwe gahan maunman manawytha ja shewi rahi!

સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989