pharine hun aawyo - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફરીને હું આવ્યો

pharine hun aawyo

સુરેશ દલાલ સુરેશ દલાલ
ફરીને હું આવ્યો
સુરેશ દલાલ

ફરીને હું આવ્યો વનવન અને ગામ, નગર;

અજાણ્યા ને આછા પરિચય રમે હોઠ ઉપર.

ઘણી વાતો...તારા વિરહતણી તે સ્વપ્નજગની;

હવાને હૈયેયે રણઝણી હતી તારી લગની!

તરે આંખે ડૂબ્યાં તરુ, સરવરો, પ્હાડ, સરિતા;

જતી ટ્રેને જોઈ કુટિરની કને કોઈ કવિતા.

હતું તેડ્યું કેડે શિશુકુસુમ: ત્યાં પંથ સર્યો;

અમીછાયા એના નયનનભની હું વીસર્યો!

નદી વ્હેતી એમાં સ્મરણ તવ નૌકા થઈ તરે;

અહો! વૃક્ષે વૃક્ષે તવ સ્મરણ ટ્હૌકા ઊઘડતા.

ઉષાને સૌભાગ્યે, પ્રખર તડકે, સાંજ ઢળતાં

નિશાને અંધારે મિલનપળનુ સ્મિત નીતરે!

નથી ત્હેં જે જોયાં ઝરણ, સરિતા કે ઉદધિને

નિહાળી લે મારે નયન સ્થળની સૌ અવધિને!

(૧૯૬પ)

સ્રોત

  • પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : સુરેશ દલાલ
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1986