aa gaman pachhi - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ-ગમન પછી

aa gaman pachhi

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
આ-ગમન પછી
મણિલાલ હ. પટેલ

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે

અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી -

કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :

રડી હર્ષે હું વા વિરહ દુઃખ? - જાણી નવ શકી!

તમે આવ્યા ત્યારે મૂક રહી, કશું યે નવ કથ્યું;

જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી...

હતું હૈયે એવું કર પકડશો, કૈક પૂછશો...

ઉવેખી લજ્જાને સ્વજન વચ યે નવ થયું!

વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્યું નૈ નજરથી?

તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં

થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં;

રડી આંખો ધોઉ, શિશિરઋતુમાં અંગ સળગે

તમે? ના...ના, સૂના પથનજરને આવી વળગે!

(૧૯૭૦)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000