prsutigrih jatan, awtan - Sonnet | RekhtaGujarati

પ્રસૂતિગૃહ-જતાં, આવતાં

prsutigrih jatan, awtan

હેમંત દેસાઈ હેમંત દેસાઈ
પ્રસૂતિગૃહ-જતાં, આવતાં
હેમંત દેસાઈ

‘હવે પાછી આવું, દિવસ ઊજળો લેઇ ઊજળું

તમારાં ન્હાનાંનું મુખ મલકતું, મારું હસું

હસું...ત્યારે ! ‘ત્યારે સહજીવનના પુદ્ગલ સમુ

હશે સ્વપ્નું કોઈ ઘર ગજવતું આપણી સખી,

અને...’ શબ્દો મારા જ્યમત્યમ દબાવી દરદના

ઉછાળામાં ‘જાઉં’ (કહી ધડકતી છાતી, દડતી

જરી, પાછી આછી ઊઠતી હસી આંખો) સમયના

અજાણ્યા ઓછાયા સહ ગઈ પ્રિયે, તું ઘર થકી!

અને પાછી આવી....(મન દૃઢ કરી) વત્સલ ઘણી

કુણેરી છાતીએ....શિશુ મલપતું? ના નહીં નહીં;–

સખી, તારા મારા જીવતર તણું દર્દ જીવતું

દબાવી બે હાથે! તનય તનથી, અંક થકી યે

ગુમાવીને! મારું સતત રડતું સ્વપ્ન થઈને

સ્વયં! વ્હાલી મારી, સમય છલનામાં સળગતી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983