mogro - Sonnet | RekhtaGujarati

પ્રિયે, તુજ લટે ધરૂં ધવલ સ્વચ્છ મોગરો,

નહીં નિકટ એથિ પર્સહક સમે માહરો.

બને ચકિત? ના, ખરૂં કહું, –ના, દયા ના સહૂં!

કયાં વચન શોધું? જિગર ખોલિ દેવા ચહું.

કુટુંબ વચમાં સુરક્ષિત ઉગી, જગ જાણતી,

સુકોમલ પવિત્ર મૂર્તિ, મુજ એક દેવી છતી!

નિહાળ દલ મોગરે, મુજ ઉરે પડો એટલાં!

અને કહ્યું શિ રીત જાય, સખિ મ્લાન કેટલાં!

‘દુરીત’ ‘અપરાગ’ ‘મોહ' વચનો સુણ્યાં તો હશે;

કરે મલિન કેટલું ઉર તૂં કદા જાણશે.

પરંતુ પ્રિય દેવિ તૂં ઉતરિ હાથ મુજ સાહવા,

–જરા ધિરજ! જરા વખત! તલસું પોત પ્રકટાવવા:

દલેદલ વિશુદ્ધ કચ વિશે દિપે મોગરો,

દલેદલ ઉજાળું ઉર, –પછી હું તાહરો.

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 83)
  • સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5