રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોડૂસકું ભરવા મોઢું પ્હોળું અતીત રહે કરી
ત્યમ લહું ઉઘાડાં ઊંચેરાં દુવાર, જતાં મહીં
પગ થથરતા, મારી વાંસે ધસે બીજું કોણ આ?
ચમકી રહું-એ મારી છાયા! નહીં જયસિંહની!
અવ ભૂખર સિંદૂરી લીટામહીં ગઢ-ગોખલે
કથની ઊકલે ઝાંખીપાંખી સુભાગ્ય સર્યાતણી.
હવડ ગલી, આ ટીંબા, જ્યાં ત્યાં છવાયલ ઝાંખરાં
ઘણુંય ઢબૂરી બેઠાં કિન્તુ કશું નવ ઓચરે!
નવઘણ કૂવાના ઊંડાણે તરે ઇતિહાસનું
શબ, ગરગડીથી રોતી ના છતાંય અડીકડી?
ઉપર ચઢું કોટે – રહેંસાતી સુણું ચીસ કોમળી?
પવન સૂસવે! કાળું ઓઢી મલીર શિલા મૂગી.
નીરખી રહું ધક્કાબારી આ - શકે અહીંથી પડી
વિભવ સહુ વિલાયો; સામે વ્યથા ગિરિ શી ખડી!
Dusakun bharwa moDhun pholun atit rahe kari
tyam lahun ughaDan uncheran duwar, jatan mahin
pag thatharta, mari wanse dhase bijun kon aa?
chamki rahun e mari chhaya! nahin jaysinhni!
aw bhukhar sinduri litamhin gaDh gokhale
kathni ukle jhankhipankhi subhagya saryatni
hawaD gali, aa timba, jyan tyan chhawayal jhankhran
ghanunya Dhaburi bethan kintu kashun naw ochre!
nawghan kuwana unDane tare itihasanun
shab, garagDithi roti na chhatanya aDikDi?
upar chaDhun kote – rahensati sunun chees komli?
pawan suswe! kalun oDhi malir shila mugi
nirkhi rahun dhakkabari aa shake ahinthi paDi
wibhaw sahu wilayo; same wyatha giri shi khaDi!

સ્રોત
- પુસ્તક : શબ્દે કોર્યાં શિલ્પ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સર્જક : ભાનુપ્રસાદ પંડ્યા
- પ્રકાશક : હીરાગૌરી પંડ્યા
- વર્ષ : 1999