tun sarathi, tun ja parantap - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તું સારથિ, તું જ પરંતપ

tun sarathi, tun ja parantap

હરિશ્ચંદ્ર ભટ્ટ હરિશ્ચંદ્ર ભટ્ટ
તું સારથિ, તું જ પરંતપ
હરિશ્ચંદ્ર ભટ્ટ

સંમોહથી જીવનયુદ્ધ મહીંય જ્યારે

હેઠાં પડે કરથી શસ્ત્ર અજાણ, તારી

શક્તિ હણાય, તુજ ભેરુ કરીશ કોને?

તું પાર્થ છે: જીવનમાં લડનાર સૌયે

છે પાર્થ, તોય નહિ સારથિ પ્રાર્થના સૌ

પામે સદા; કરમહીં ફરી શસ્ત્ર આપી

જે પ્રેરતો, વિજિગીષા બઢવે, રહીને

યુદ્ધે અદીઠ, પણ જે જયપ્રેરણા છે.

ના, પ્રેરણા નહિ જ; સ્વયમેવ જેતા,

ને પાર્થ માત્ર જયનું હથિયાર એવું.

જીવ્યું ભલે તુજ સદા કુરુક્ષેત્ર થાયે,

એમાં પૌરુષની સિદ્ધિ ગણી બધાની,

તારો તું જય થજે, તું પ્રેરણાયે,

તું સારથિ, તું પરંતપ, વિશ્વજિત્ તું.

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5