tamaso maa - Sonnet | RekhtaGujarati

કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે!

નાના મારા જીવનસરમાં દૃષ્ટિનું પદ્મ ઊગ્યું

તોયે એના સરવ દલને બંધ શો કારમો છે!

જે કારાએ લસતી દ્યુતિ ના વ્યોમનાં રશ્મિ કેરી

ત્યાં થાપીને નયન નિજ કૈં ધૂંધળું તેજ

(જેમ જીવાદોરી ત્રુટતી લહીને તર્ફડે પ્રાણ તેમ)

ભાંગે તોયે ફરી ફરી રચે સ્વપ્ન કેરી હવેલી.

એના રંગો તરલ પલટાઈ જતાં વારવાર,

એની છે ના ચરણ ધરવા જેવીયે કૈં ધરિત્રી,

એની સાથે હૃદય-મનની કેટલી વાર મૈત્રી!

ખોરાં ધાન્યે ઇહ જીવિતને કાજ શો તત્ત્વસાર!

આવો વીંધી તિમિર શરથી અંશુનાં, આવો કાન્ત!

આવો મારાં અધીર બનિયાં દર્શનોત્કંઠ નૅણ;

આવો હે સૂર્ય! આવો મખમલ પગલે પદ્મને ફુલ્લ પ્રાન્ત!

સ્રોત

  • પુસ્તક : રાજેન્દ્ર શાહનાં સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2007