આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે,
વચ્ચે સ્વપ્ને મૃદુ મલકતાં શાંત રેવા સુહાવે;
ઊંચાંનીંચાં સ્તનધડક શાં હાલતાં સુપ્ત વારિ,
તેમાં મેળે તલ સમ પડે ઊપડે નાવ મ્હારી.
માથે જાણે નિજ નરિ જુવે કાંતિ તો સૃષ્ટિ સૂતી
ચૉંકી જાગે, કુસુમવસને તેથિ જ્યોત્સ્ના લપાતી;
ને બીડેલાં કમલમહિં બંધાઇ સૌંદર્યઘેલો
ડોલે લેટે અલિ મૃદુ પદે વાય આ વાયુ તેવો.
ત્યાં સૂતેલો લવું નવલ અર્ધા અનાયાસ છંદ,
કે ડોલંતી ગતિ પર સજૂં બીનના તાર મંદ,
તેમાં આ શી-રજનિ ઉરથી, નર્મદા વ્હેંનમાંથી,
સ્વર્ગંગાની રજત રજ, કે વાદળી ફેનમાંથી,
-- પુષ્પ પાને વિમલ હિમમોતી સરે, તેમ છાની
બાની ભીની નિતરિ નિગળે અંતરે શીય, સેહ્ની! ૧૪
(૧૮૮૮)
aaghe ubhan tatadhumas jeman drumo neend sewe,
wachche swapne mridu malaktan shant rewa suhawe;
unchanninchan stanadhDak shan haltan supt wari,
teman mele tal sam paDe upDe naw mhari
mathe jane nij nari juwe kanti to srishti suti
chaunki jage, kusumawasne tethi jyotsna lapati;
ne biDelan kamalamahin bandhai saundaryghelo
Dole lete ali mridu pade way aa wayu tewo
tyan sutelo lawun nawal ardha anayas chhand,
ke Dolanti gati par sajun binna tar mand,
teman aa shi rajani urthi, narmada whennmanthi,
swargangani rajat raj, ke wadli phenmanthi,
pushp pane wimal himmoti sare, tem chhani
bani bhini nitari nigale antre sheey, sehni! 14
(1888)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 1)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000