રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપ્રવાસી દિવસે વિદેશ વસતા અમે દેશીઓ,
કુટુંબ કબીલો લઇ વતન આવતા દોડતા,
મહાજન વધાવતા દયિત પુત્ર પ્રોડીગલ,
બજાવી શરણાઈ, ખુબ હરખાઈ, સત્કારતા.
નસીબ અજમાવવા, પ્રગતિ સાધવા, લાધવા
અલભ્ય સુખ શાંતિ, કાંતિ, નવ દેશ આકર્ષણે,
ભલે વતન છોડ્યું, તોય હજી ના જ ના છૂટતી
પ્રસન્ન મધુ ગંધ આ ધરતીની, પ્રીતિ દેશની.
અધીર ઉર દોડતાં અચૂક ગામ જુને જતાં,
જુને ઘર જઈ ખચીત ખખડાવતાં ખિડકી,
જવાબ મળતો ન, નામ લટકે પરાયું, અરે,
હવે નથી નથી અમારું ઘર એ, અજાણ્યા અમે!
ભમી ગલી ગલી જૂની, વતન વ્યર્થ ફંફોળતા,
પૂછાપૂછ કરી બધે સ્વજન મિત્ર કો’ ખોળતા!
prawasi diwse widesh wasta ame deshio,
kutumb kabilo lai watan aawta doDta,
mahajan wadhawta dayit putr proDigal,
bajawi sharnai, khub harkhai, satkarta
nasib ajmawwa, pragti sadhwa, ladhwa
alabhya sukh shanti, kanti, naw desh akarshne,
bhale watan chhoDyun, toy haji na ja na chhutti
prasann madhu gandh aa dhartini, priti deshni
adhir ur doDtan achuk gam june jatan,
june ghar jai khachit khakhDawtan khiDki,
jawab malto na, nam latke parayun, are,
hwe nathi nathi amarun ghar e, ajanya ame!
bhami gali gali juni, watan wyarth phampholta,
puchhapuchh kari badhe swajan mitr ko’ kholta!

સ્રોત
- પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : નટવર ગાંધી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2015