sukhadukha – 1 - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સુખદુઃખ – ૧

sukhadukha – 1

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
સુખદુઃખ – ૧
બલવંતરાય ઠાકોર

‘મુબારક હજો નવું વરસ!' ‘સાલ બેસતી

દિયો અધિક સૌખ્ય રિદ્ધિ સકુટુંબને કીરતી!'

ગળ્યાં વચન રૂઢ પોપટ જિભે સહૂ ઊચરે,

હુંયે સ્મિત સહે સહું, વિનયિ વાળું છૂં ઉત્તરે,

ઘડીક વળિ ગોઠડી કિરિ રહૂં કૃતક ઉમળકે.

પછી સઉ સિધાવતાં વિરમું એકલો હીંચકે,

ચિરૂટ સૃત ધુમ્રગોટ સહ ધૂણતું મસ્તકે.

વધે કદમ હીંચકો, કદમ તે પાછો ગણે,

વિચાર પણ ગૂંછળે વધિ હઠી રહે ઝૂલણે.

સદા હલત તો ઈંચ નવ હીંચકો ચાલતો,

ચિરૂટ જળતી થકી ફક્ત ધુમ્ર જરિ સેલતો.

દિસે મગજે ચિરૂટ સમ હીંચકા શું થતું,

રહે ચલ રહે જળત, પણ માત્ર હાંફ્યે જતું

યથા શુનક માર્ગમાં, નિરખંત ના ઊંઘતું.

સ્રોત

  • પુસ્તક : આપણાં સોનેટ (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : ચન્દ્રશંકર ભટ્ટ
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 2007
  • આવૃત્તિ : 5