રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોગણ્યો પોતાનો તો પ્રિયજન હવેથી વિસરજે,
ચહ્યો કો કાળે તો પ્રિય નવ કદી યાદ કરજે;
લહ્યાં સ્વપ્નો તેનું સ્મરણ નવ પાછું કદિ થજો,
રહી આઘાં આઘાં ઉભય દિલભાવો લય થજો.
નથી આ સૃષ્ટિમાં જીવન જન કો’નાં નિરમિયાં
ફૂલોની શય્યામાં સુખરૂપ સદાયે વિહરવાં.
વિયોગે શાન્તિ છે; વિકટ ક્યમ તેને વદ કહું?
પ્રીતિતત્વો શામ્યાં નવ કદિ ભલે વ્યક્ત બનતાં.
મળ્યા આત્મા છો હો, નવ કદિ સખે તું ય સ્મરજે;
છૂટ્યાં તે હૈયાંને નવ જરી હવે યાદ કરજે,
જુદા રહેવામાં કે ઉર અખૂટ આનંદ લૂટશે.
સ્મૃતિઘેલા જેવો પ્રિય નવ કદિ તું બની જજે,
મને સંભારી ના મધુર પળ કો ક્લિષ્ટ કરજે;
ભલે તેં કલ્પેલાં મૃદુલ સુખ સૌ યે શમી જતાં,
ગયાં સ્વપ્નો, તો એ સ્મરણ પણ છો ને શમી જતાં.
ganyo potano to priyjan hawethi wisarje,
chahyo ko kale to priy naw kadi yaad karje;
lahyan swapno tenun smran naw pachhun kadi thajo,
rahi aghan aghan ubhay dilbhawo lay thajo
nathi aa srishtiman jiwan jan ko’nan niramiyan
phuloni shayyaman sukhrup sadaye wiharwan
wiyoge shanti chhe; wikat kyam tene wad kahun?
prititatwo shamyan naw kadi bhale wyakt bantan
malya aatma chho ho, naw kadi sakhe tun ya smarje;
chhutyan te haiyanne naw jari hwe yaad karje,
juda rahewaman ke ur akhut anand lutshe
smritighela jewo priy naw kadi tun bani jaje,
mane sambhari na madhur pal ko klisht karje;
bhale ten kalpelan mridul sukh sau ye shami jatan,
gayan swapno, to e smran pan chho ne shami jatan

સ્રોત
- પુસ્તક : નવી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 75)
- સંપાદક : મનસુખલાલ ઝવેરી, રમણ વકીલ
- પ્રકાશક : વોરા એન્ડ કંપની
- વર્ષ : 1966
- આવૃત્તિ : 2