રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહવે આવી પ્હોંચી પળ સફરની: સાથ ન કશો,
હતું જે કૈં પાસે વીસરી બધું તે છોડી સઘળું
જવાનું ક્યાં તેયે સ્મરણપટમાં આંકી જરી ના,
બધા સંબંધોથી વિમુખ બનવું: સદ્ય પળવું.
હવે ભૂકંપો કે મનુજસરજી ભીષણ વ્યથા
વિસારીને એવું ઘણુંક ઘણું ને ભાવિ ઘટના
અજાણ્યા તારાનાં અદીઠ કિરણો જેવી અકળ
તમા ના તેનીયે કશીય કરવી: વિસ્મૃત થવું.
હવે આવી પહોંચી પળ અગમ તે: શબ્દ વિરમ્યા,
શમ્યા આવેગો સૌ: વિહગ નિજ નીડે ઠરી ગયાં,
ન કો ચિહ્નો કયાંયે: પથ ન નજરે કોઈ પડતા,
સરે દૂરે દૂરે પરિચિત પુરાણી સ્મૃતિ બધી,
અજાણી આવે કો લહર કહીંથી વીંટી વળતી
ન જાણું ક્યાં દોરે સ્થળસમયસીમારહિતમાં!
hwe aawi phonchi pal sapharnih sath na kasho,
hatun je kain pase wisri badhun te chhoDi saghalun
jawanun kyan teye smaranapatman aanki jari na,
badha sambandhothi wimukh banwunh sadya palawun
hwe bhukampo ke manujasarji bhishan wyatha
wisarine ewun ghanunk ghanun ne bhawi ghatna
ajanya taranan adith kirno jewi akal
tama na teniye kashiy karwih wismrit thawun
hwe aawi pahonchi pal agam teh shabd wiramya,
shamya awego sauh wihag nij niDe thari gayan,
na ko chihno kayanyeh path na najre koi paDta,
sare dure dure parichit purani smriti badhi,
ajani aawe ko lahr kahinthi winti walti
na janun kyan dore sthalasamaysimarahitman!

સ્રોત
- પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 374)
- સર્જક : સ્નેહરશ્મિ
- પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
- વર્ષ : 1984