sarjak kawi ane lokapriyta - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સર્જક કવિ અને લોકપ્રિયતા

sarjak kawi ane lokapriyta

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
સર્જક કવિ અને લોકપ્રિયતા
બલવંતરાય ઠાકોર

જુવો ઉઘાડું છે કમાડ, જાવ જ્યાં રુચે;

સ્વલ્પ બિંદુ યે દયાનું ના ખપે હુંને.

ખિલો ત્હમે ઉછાળતાં અજબ છટા ઉંચે,

સુંદરી, વહો વરેલ પંથ ચ્હાવ તે ક્રમે,

રહો સ્વતંત્ર, પ્રેમતૃપ્તિ દ્યો હુંને ત્હમે.

સાંભળ્યૂં હશે ઘણું જે બખીલ ને

અસૂયકો ગુંથી રહ્યા વિરુદ્ધ દાસની;

શ્યામ બીજ ઉદાર કાળજે સરી

કરે કઠોર સૌમ્યને, સખેદ વા સલીલને,

પ્રેમને અસહ્ય તે: પ્રિયે, પ્રેમ ઝૂંસરી;

સ્વતંત્ર આવિયાં, સ્વતંત્ર યાગવા અસીલને,

જુવો ઉઘાડું છે જિ દ્વાર, જાવ જો જવું નીસરી.

શબ્દ ના; કંપ લેશ, ચક્ષુ ઝાંય શી કળાય

દીર્ઘ પક્ષ્મ રક્ષિતા? પરંતુ સુંદરી પધારિ બેસિ જાય! ૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000