ઉમાશંકર જોશી
Umashankar Joshi
મ્હેરામણો ગરજતા અહીં સામસામે :
આ એક ગેબી કંઈ તાલથી નર્તનારો,
હીંચોળતો હૃદયમાં અણમૂલ રત્ન,
ઉલ્લાસહાસભર મેઘપિતા સમુદ્ર;
ને આ વિરાટ વળી માનવસિંધુ નિત્યે
ગર્જંત, ઓટભરતી મહીં મસ્ત, લ્હેરે.
દે યંત્ર તાલ, અણથંભ પ્રવૃત્તિગર્ભે
છૂપાં કંઈ હૃદયરત્ન ઝુલાવી ર્હેતો.
ઝૂકી શશાંક નભમધ્ય છટાથી જેવો
આકર્ષતો સુભગ સાયરવારિ ઊંચે,
છીપો મહીં મૂકી જતો કદી મોતી શુભ્ર;
એવો મહા વિરલ પ્રેરક સત્ત્વ-પુંજ
સંક્ષુબ્ધ આ તરલ માનવરાશિ માગે,
કે કૈં કર્યું જીવન જાગી ચગે હુલાસે.
(atmanan khanDer ha saunetmala)
mheramno garajta ahin samsame ha
a ek gebi kani talthi nartnaro,
hincholto hridayman anmul ratn,
ullashasbhar meghapita samudr;
ne aa wirat wali manawsindhu nitye
garjant, otabharti mahin mast, lhere
de yantr tal, anthambh prwrittigarbhe
chhupan kani hridayratn jhulawi raheto
jhuki shashank nabhmadhya chhatathi jewo
akarshto subhag sayarwari unche,
chhipo mahin muki jato kadi moti shubhr;
ewo maha wiral prerak sattw punj
sankshubdh aa taral manawrashi mage,
ke kain karyun jiwan jagi chage hulase
[mumbi, 6 9 193pa (nishith)]
(atmanan khanDer ha saunetmala)
mheramno garajta ahin samsame ha
a ek gebi kani talthi nartnaro,
hincholto hridayman anmul ratn,
ullashasbhar meghapita samudr;
ne aa wirat wali manawsindhu nitye
garjant, otabharti mahin mast, lhere
de yantr tal, anthambh prwrittigarbhe
chhupan kani hridayratn jhulawi raheto
jhuki shashank nabhmadhya chhatathi jewo
akarshto subhag sayarwari unche,
chhipo mahin muki jato kadi moti shubhr;
ewo maha wiral prerak sattw punj
sankshubdh aa taral manawrashi mage,
ke kain karyun jiwan jagi chage hulase
[mumbi, 6 9 193pa (nishith)]
સ્રોત
- પુસ્તક : સમગ્ર કવિતા (પૃષ્ઠ ક્રમાંક 241)
- સર્જક : ઉમાશંકર જોશી
- પ્રકાશક : ગંગોત્રી ટ્રસ્ટ, અમદાવાદ
- વર્ષ : 1981
- આવૃત્તિ : દ્વિતીય આવૃત્તિ
