રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘‘દીવાની વાટ થોડી રજનિ—સમયમાં રાખજો આજ મોટી,
સૂતેલો પાસ બાબો રુદન પણ કરે, તેડવો કેમ રાતે?’’
—એવું બોલી જનેતા નવજનિત તણું મોં રહી તાકતી—
‘‘કોના જેવો દીસે આ? —નયન અધર તો એમનાં લેઈ આવ્યો.
સૂતો છે લાલ નાનો, બહુ મમ પડખે, આંખ મીંચી મજાની;
લાગે છે ખૂબ મીઠી નવીન બહુ મને આજની રાત મારી.
‘‘મારો બાબો’’ –હું બોલું ‘સરસ શિશુ કહો કોનું છે?’ –કો પૂછે તો.
મેં એને જન્મ આપ્યો; નહિ નહિ, મુજને મા જ એણે બનાવી.
કેવા મીઠા અવાજે નિજ જનમ તણી જાણ દેતો બધાંને
જનમ્યો ત્યારે રડ્યો’તો! અરવ રજનિમાં એવું પાછું રડી દે—
તો પાઉં ગોળપાણી, રુદન ન જ શમે તો ધરું ઉર કેરાં
ઊનાં ઊનાં જરી આ મધુર પય મુખે, ને હું માતૃત્વ માણું.’’
સૂતી એવું વિચારી પણ રુદન તણી નીંદમાં ભ્રાંતિ પામી
ઓષ્ઠેથી ચુંબનોનો મૃદુરવ કરતી મા ઘણી વાર ઊઠી.
‘‘diwani wat thoDi rajani—samayman rakhjo aaj moti,
sutelo pas babo rudan pan kare, teDwo kem rate?’’
—ewun boli janeta nawajnit tanun mon rahi takti—
‘‘kona jewo dise aa? —nayan adhar to emnan lei aawyo
suto chhe lal nano, bahu mam paDkhe, aankh minchi majani;
lage chhe khoob mithi nawin bahu mane aajni raat mari
‘‘maro babo’’ –hun bolun ‘saras shishu kaho konun chhe?’ –ko puchhe to
mein ene janm apyo; nahi nahi, mujne ma ja ene banawi
kewa mitha awaje nij janam tani jaan deto badhanne
janamyo tyare raDyo’to! araw rajaniman ewun pachhun raDi de—
to paun golpani, rudan na ja shame to dharun ur keran
unan unan jari aa madhur pay mukhe, ne hun matritw manun ’’
suti ewun wichari pan rudan tani nindman bhranti pami
oshthethi chumbnono mriduraw karti ma ghani war uthi

સ્રોત
- પુસ્તક : સૂરજમુખી (પૃષ્ઠ ક્રમાંક 164)
- સર્જક : રક્ષા દવે
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1979