રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહું તો, બાબા, તરણી સરતી મૂકીને અબ્ઘિનીરે,
ધીમા મીઠા કરથી સઢ પંપાળનારા સમીરે,
જૂના સ્નેહી તણી શીતલતા વર્ષતી ચાંદનીમાં
વ્હેવા ચાહું; – વહી જઉં જ્યહીં–સૃષ્ટિ આનંદનીમાં!–
અર્ધાં મીચ્યાં નયન થકી ના કોઈનેયે નિહાળી,
તાજું, સાજું, મુજ શરીર લંબાવીને ચત્તું ઢાળી,
ભાંગ્યાંતૂટ્યાં ગીત ગણગણી ઢંગ વ્હોણાં અનેક
જેનો હોયે મુજ થકીય તે અર્થ અસ્પષ્ટ છેક!
વ્હેવું ગાવું જીવનભર — આ સૃષ્ટિમાં સીમ શાની?
વ્હેવું ગાવું—સતત વહવું—એ જ છે જિંદગાની!
હોકા કેરી ખટપટ કશી, શાં હલેસાં, સુકાન–
ખોવાવાનું નવ જનની ઉત્સંગમાં કયાંય સ્થાન!
વ્હેલું મોડું પૂગવું સહુને ચાહીને વા પરાણે:
ટૂંકી રાત્રિ તણી સફર તે પડિંતો કયાંથી માણે!
hun to, baba, tarni sarti mukine abghinire,
dhima mitha karthi saDh pampalnara samire,
juna snehi tani shitalta warshti chandniman
whewa chahun; – wahi jaun jyhin–srishti anandniman!–
ardhan michyan nayan thaki na koineye nihali,
tajun, sajun, muj sharir lambawine chattun Dhali,
bhangyantutyan geet ganagni Dhang whonan anek
jeno hoye muj thakiy te arth aspasht chhek!
whewun gawun jiwanbhar — aa srishtiman seem shani?
whewun gawun—satat wahwun—e ja chhe jindgani!
hoka keri khatpat kashi, shan halesan, sukan–
khowawanun naw janani utsangman kayanya sthan!
whelun moDun pugawun sahune chahine wa paraneh
tunki ratri tani saphar te paDinto kayanthi mane!

સ્રોત
- પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 2 (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
- પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
- વર્ષ : 1973