રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોથોડા દા’ડા જ માંહી નવશિશુ ઘરમાં આવશે એની રાહે
રહેતું’તું ગૃહ આખું અકલિત સુખમાં, કાંઈ ચિંતાય સાથે.
મેં તો નક્કી કર્યું’તું મન મહીઃ- શિશુમાં દેવું ના ચિત્ત ઝાઝું,
જાવું એકાદ આંટો, ખબર લહી કરી આવવું નિત્ય પાછું.
મેટર્નીટી થકીયે જનની-શિશુગૃહે આવશે તોય મારે
માયા ના જોડવી એ નવજનિત થકી, માંદું સાજું પડે તો
મિથ્યા ચિંતા વધે ને દુખિત ઉર બને, પીડ કૈં કૈં વધે ને...
તેથી એ રાખ્યું નક્કી : શિશું પ્રતિ નિતનું પાળવું નિર્મમત્વ.
આવી પૂગી ઘડી એ : રુદન રણકતો વંશની વૃદ્ધિ જેવો
આવી પૂગ્યો શિશુ એ, જનકજનનીના સ્વપ્નની પૂર્તિ જેવો.
આવ્યો સંદેશ : “આવો, ગળથૂથી ફઈબા પાય-ઇચ્છે બંધાયે.”
ને હું નિર્મોહી ચિત્તે શિશુ સમીપ ગઈ, આંગળી ગોળભીની
કીધી ને મેલી જેવી શિશુ મુખ મહીં, ત્યાં ભોળું, ભોળું ભટૂડું
શોષી ગ્યું ગોળ સાથે બચ બચ કરતું મારું તે નિર્મમત્વ.
thoDa da’Da ja manhi nawashishu gharman awshe eni rahe
rahetun’tun grih akhun aklit sukhman, kani chintay sathe
mein to nakki karyun’tun man mahi shishuman dewun na chitt jhajhun,
jawun ekad aanto, khabar lahi kari awawun nitya pachhun
metarniti thakiye janani shishugrihe awshe toy mare
maya na joDwi e nawajnit thaki, mandun sajun paDe to
mithya chinta wadhe ne dukhit ur bane, peeD kain kain wadhe ne
tethi e rakhyun nakki ha shishun prati nitanun palawun nirmamatw
awi pugi ghaDi e ha rudan ranakto wanshni wriddhi jewo
awi pugyo shishu e, janakajannina swapnni purti jewo
awyo sandesh ha “awo, galthuthi phaiba pay ichchhe bandhaye ”
ne hun nirmohi chitte shishu samip gai, angli golbhini
kidhi ne meli jewi shishu mukh mahin, tyan bholun, bholun bhatuDun
shoshi gyun gol sathe bach bach karatun marun te nirmamatw

સ્રોત
- પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 114)
- સંપાદક : ઉષા ઉપાધ્યાય
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2007