તમે આવ્યા મારે નગર, ઘરને આંગણ પિયા,
અને મેં મૂર્ખીએ રીસની રગમાં શબ્દ સરખો
કહ્યોના પ્રીતિનો, ખબર સહુની જેમ જ પૂછી;
તમે ચાલ્યા, સૌની જ્યમ દઈ દીધી મેં પણ વિદા.
ક્ષમા, વ્હાલા મારી રીસનું કંઈયે કારણ ન'તું,
સ્વભાવે તીખી તે જરી જરીમાં વાંકું પડતું;
હવે આ હૈયું તે નથી વશ મને–સાચું કહું છું,
છતાં વ્હાલા, મારા મનની કહી દૌં વાત તમને?
તમે પાસે આવી રીસનું હત જો કારણ પૂછ્યું;
બધાંથી સંતાડવું નયનનીર જો હોત જ લૂછ્યું
તમારા રૂમાલે, લગીર ભજી એકાન્ત, ટપલી
ધીમે મારી ગાલે કહ્યું હત : અરે ચાલ પગલી
હું લેવા આવ્યો છું, નીકળ ઝટ છોડી ઘર-ગલી–
સજીને બેઠી'તી; તરત પડી હું હોત નીકળી.
tame aawya mare nagar, gharne angan piya,
ane mein murkhiye risni ragman shabd sarkho
kahyona pritino, khabar sahuni jem ja puchhi;
tame chalya, sauni jyam dai didhi mein pan wida
kshama, whala mari risanun kaniye karan natun,
swbhawe tikhi te jari jariman wankun paDtun;
hwe aa haiyun te nathi wash mane–sachun kahun chhun,
chhatan whala, mara manni kahi daun wat tamne?
tame pase aawi risanun hat jo karan puchhyun;
badhanthi santaDawun nayannir jo hot ja luchhyun
tamara rumale, lagir bhaji ekant, tapli
dhime mari gale kahyun hat ha are chaal pagli
hun lewa aawyo chhun, nikal jhat chhoDi ghar gali–
sajine bethiti; tarat paDi hun hot nikli

સ્રોત
- પુસ્તક : વગડાનો શ્વાસ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1978