hina - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પે'લવે'લી તને જોઈ મેં જ્યારે

આંખડી આંખમાં પ્રોઈને ત્યારે,

અલકલટેથી ખાઈ હિંડોળો

નેન જડ્યાં પગને પગથારે!

એમ તો તારાં નેણ બિલોરી

વેણથીયે વધુ બોલકાં ગોરી!

લોપતી તારા લાખ મલાજા

કંચવાની ઓલી રેશમી દોરી!

સુંદરી! તારી દેહની દેરીએ

રોમરોમે જલે રૂપના દીવા,

તોય ઢળ્યાં જઈ લોચન પાનીએ

રૂપશમાની રોશની પીવા!

એવી દીઠી તારી પાનીએ હિના,

કાશી, મારું મદીના!

(૧૯-૧ર-'૪૧)

સ્રોત

  • પુસ્તક : પરિક્રમા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : બાલમુકુન્દ દવે
  • પ્રકાશક : વોરા એન્ડ કંપની
  • વર્ષ : 1991
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ