રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.
પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં,
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં;
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં,
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડયાં.
છતાં ય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.
kadi nahi kahun, ‘mane ja smarne sada rakhje,
ane nayanpanthanun awar wishw tun tyagje;
parantu gagnangne, awaniman ane sindhuman
male adhik je tane muj thaki, ure thapje
paraspar kari katha rajani ne dino galiyan,
anek jagto rachi swapanman, wali bhangiyan;
kathor thaine kadik tuj aansu joya karyan,
kadik tuj god sheesh dhari hibkan mein bharyan
male adhik ujla din ane mithi ratDi,
jaje sakal to bhuli rajani ne dino apnan;
rache swapan bhawya ko jagatanun bija sathman,
bhale wisarje pachhi jagat aapne je ghaDyan
chhatan ya smarne chaDi wipal ek jo hun laun,
udar taw urni prathamthi kshama to chahun

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004