premni usha - Sonnet | RekhtaGujarati

પ્રેમની ઉષા

premni usha

બલવંતરાય ઠાકોર બલવંતરાય ઠાકોર
પ્રેમની ઉષા
બલવંતરાય ઠાકોર

પાડી સેંથી નિરખિ રહિ'તી ચાંદલો પૂર્ણ કરવા,

ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,

વલ્લીવાયૂ રમત મસ્તી ગૅલ શાં શાં રે જો!'

ત્યાં દ્વારેથી નમિ જઇ નિચો ભાવનાસિદ્ધિદાતા

આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,

-ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં!

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,

છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે:

‘દ્હાડે યે શૂં?’ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,

‘એ તો આવ્યો કુજન કુમળૂં મિઠું શ્રોત ભરવા.’

‘એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’

‘તોયે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયું: પાયાં જિગરે જિગરે પેયુષો સામસામાં,

ન્હૈ ત્યાં ચાંદા સુરજ હજિ, પ્રેમ કેરી ઉષામાં. ૧૪

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000