
પ્રભાતમાં ઝાકળની કીકીમાં
જોઉં તમારું સ્મિત શ્વેત-શુભ્ર...
અશબ્દ એ, આ નભ-લાલીમામાં,
મ્હોરી ઊઠે ઓષ્ઠ-શુ લાલ-લાલ
બપ્પોરના આતપમાં વિલોકું
રોષે ભરેલી તવ આંખને પ્રિયે!
વ્યાપી રહે કંપન વાયુમાં, તવ
ધ્રૂજી રહે અંગુલિ-ઓષ્ઠ જાણે.
રિસાઈને તેં લીધ ફેરવી મુખ,
સમીપ આવી સ્પરશું કપોલ...ને
ચૂઈ પડે આંખ... રતાશ ચૂમી લૌં
જાણે – વિલોકું જવ આર્દ્ર સંધ્યા...
તમે બધે આમ વસી રહો કાં?
વિયોગની તો તક એક દો, પ્રિયે?
prbhatman jhakalni kikiman
joun tamarun smit shwet shubhr
ashabd e, aa nabh lalimaman,
mhori uthe oshth shu lal lal
bapporna atapman wilokun
roshe bhareli taw ankhne priye!
wyapi rahe kampan wayuman, taw
dhruji rahe anguli oshth jane
risaine ten leedh pherwi mukh,
samip aawi sparashun kapol ne
chui paDe aankh ratash chumi laun
jane – wilokun jaw aardr sandhya
tame badhe aam wasi raho kan?
wiyogni to tak ek do, priye?
prbhatman jhakalni kikiman
joun tamarun smit shwet shubhr
ashabd e, aa nabh lalimaman,
mhori uthe oshth shu lal lal
bapporna atapman wilokun
roshe bhareli taw ankhne priye!
wyapi rahe kampan wayuman, taw
dhruji rahe anguli oshth jane
risaine ten leedh pherwi mukh,
samip aawi sparashun kapol ne
chui paDe aankh ratash chumi laun
jane – wilokun jaw aardr sandhya
tame badhe aam wasi raho kan?
wiyogni to tak ek do, priye?



સ્રોત
- પુસ્તક : કુમાર - ઑગસ્ટ ૧૯૬૯ (પૃષ્ઠ ક્રમાંક 279)
- સંપાદક : બચુભાઈ રાવત