રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોહજુ ધીમે ધીમે પ્રિય સખી! તહીં ઝાડ ઉપરે
સૂતેલા પંખીને કથની જરી જો કાન પડશે,
પ્રભાતે ઊઠી એ સકલ નિજને ગાન ધરશે;
કથા તારી મારી સકલ દિશ માંહી વહી જશે.
હજુ ધીમે! ઊભું મુકુલ તહીં જો પર્ણ-પડદે
છુપાઇને; તેને શ્રવણ કદી જો વાત પડશે,
સુવાસે તો કે'શે સકલ કથની એ અનિલને;
અને આ તીરેથી અવર તટ વાયુ લઈ જશે.
અને કૈં તારા જો નભથી છૂટતા વાત સુણવા,
મૃદુ પાયે આવે શબનમ કરી કાન સરવા;
ઊભું છે આજે જો જગ સકલ એકાગ્ર થઈને,
ઝરે તારે શબ્દ પ્રણયરસ તે સર્વ ઝીલવા.
પછી તો ના વાતો, પ્રિયઅધર જે કંપ ઊઠતો,
ધ્વનિ તેનો આવી મુજ હૃદય માંહી શમી જતો.
haju dhime dhime priy sakhi! tahin jhaD upre
sutela pankhine kathni jari jo kan paDshe,
prbhate uthi e sakal nijne gan dharshe;
katha tari mari sakal dish manhi wahi jashe
haju dhime! ubhun mukul tahin jo parn paDde
chhupaine; tene shrwan kadi jo wat paDshe,
suwase to keshe sakal kathni e anilne;
ane aa tirethi awar tat wayu lai jashe
ane kain tara jo nabhthi chhutta wat sunwa,
mridu paye aawe shabnam kari kan sarwa;
ubhun chhe aaje jo jag sakal ekagr thaine,
jhare tare shabd pranayras te sarw jhilwa
pachhi to na wato, priyadhar je kamp uthto,
dhwani teno aawi muj hriday manhi shami jato

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 71)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000