(શિખરિણી - સૉનેટ)
મને આ પ્હાડોનો પરિચય નથી એક ભવનો,
ઘરોબો વર્ષોનો અયુત સદીઓ કૈં જનમનો...
તમે નૈ માનો, હું તરુવર હતો આ ગિરિવને
કદી આ ઢોળાવે, ખીણ-કૂહર ને ભેખડ કને.
વળી આ પ્હાડોમાં ધૂમસમય વાતાવરણ થૈ
ઝૂક્યો'તો ઝાડોમાં ઋતુ રણકતી રંગત લઈ...
વીંટાયો ડાળોમાં થડ થડ થયો વેલ ફૂલની
ધરાના રોમાંચે તૃણતૃણ પીધી ગન્ધ મૂળની!
કદી આ પ્હાડોમાં ઋષિમુનિ થયો મંત્ર રચવા,
થઈ પાછો આવ્યો રૂપવતી, તપોભંગ કરવા...
સગી આંખે જોયા વનવસનમાં પાંડવ જતા,
વિયોગે સીતાના રઘુપતિ દીઠા વિહ્વળ થતા!
હવે જોવા મારે ઝખમ દૂઝતા પ્હાડ-તરુના?!
ક્યા એવા શાપે રગરગ બળું? તોય મરું ના...?
(shikharini saunet)
mane aa phaDono parichay nathi ek bhawno,
gharobo warshono ayut sadio kain janamno
tame nai mano, hun taruwar hato aa giriwne
kadi aa Dholawe, kheen kuhar ne bhekhaD kane
wali aa phaDoman dhumasmay watawran thai
jhukyoto jhaDoman ritu ranakti rangat lai
wintayo Daloman thaD thaD thayo wel phulni
dharana romanche trintrin pidhi gandh mulni!
kadi aa phaDoman rishimuni thayo mantr rachwa,
thai pachho aawyo rupawti, tapobhang karwa
sagi ankhe joya wanawasanman panDaw jata,
wiyoge sitana raghupati ditha wihwal thata!
hwe jowa mare jhakham dujhta phaD taruna?!
kya ewa shape ragrag balun? toy marun na ?

સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતાઃ મણિલાલ હ. પટેલ (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : મણિલાલ હ. પટેલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2020