વિશાળ સહરા સમું નભ પડ્યું વડું વિસ્તરી,
કહીંય રણદ્વીપશી નજર ના'વતી વાદળી.
ડૂબ્યો સૂરજ શાંત, ગોરજ શમી, અને રંગ સૌ
ઘડી અધઘડી સ્ફુરી અવનિ-ઓઢણે, આથમ્યા.
સર્યું ક્ષિતિજઘેન, લોચનની રક્તિમા નીતરી.
બીડેલ જડબાં ખૂલે જરી ન પૂર્વપશ્ચિમ તણાં.
જરી થથરી કંપતાં, પણ ન આંખકીકી હસે.
હવે નભનું શું થશે? પ્રબળકંધ ડુંગર, ગિરિ,
વનસ્પતિ વિશાળ ગુંબજ ઉપાડનારાં અહીં
નથી! રવિવિયોગમાં ત્રુટી જશે? તૃણો માત્ર હ્યાં!
ડરું ગભરુ માનવી-અયુતવર્ષ કેડેય જે
ન આદિનરભિન્ન-વામન કરો કરું ના ઊંચા,
તહીં, થરથરી, ટટાર થઈ, ડોક ઊંચી કરી
તૃણો ટચલી આંગળી ઉપર તોળતાં આભને!
[બામણા, ૩૦-૧-૧૯૩૩ (ગંગોત્રી)]
wishal sahra samun nabh paDyun waDun wistri,
kahinya ranadwipshi najar nawati wadli
Dubyo suraj shant, goraj shami, ane rang sau
ghaDi adhaghDi sphuri awni oDhne, athamya
saryun kshitijghen, lochanni raktima nitri
biDel jaDban khule jari na purwpashchim tanan
jari thathri kamptan, pan na ankhkiki hase
hwe nabhanun shun thashe? prabalkandh Dungar, giri,
wanaspati wishal gumbaj upaDnaran ahin
nathi! rawiwiyogman truti jashe? trino matr hyan!
Darun gabharu manawi ayutwarsh keDey je
na adinarbhinn waman karo karun na uncha,
tahin, tharthari, tatar thai, Dok unchi kari
trino tachli angli upar toltan abhne!
[bamna, 30 1 1933 (gangotri)]

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 12)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2005