હું આવું છું પાછો, બહુ દિન પછી, ઘેર: વનમાં,
ઉતારી નાખું છું વસન પુરના સભ્ય જનનાં;
પહેરી લૌ લીલું પટ ઊડતું વાતા પવનમાં,
હું આદિવાસી શો ફરું અસલ વાતાવરણમાં.
ફૂલોમાં ઊંડેરો ઊતરી મધુ પીતો ચશચશી
રજોટાતો પાવા વિહગગણ કેરા બજવતો;
મહેકી માટીમાં વૃષભ મદીલો શૃંગ ઘસતો;
હું તાડોમાં ડોલું અસલિયતનો આસવ ઢીંચી.
સ્તનો શી ઘાટીલી અહીંતહીં ફૂટી ટેકરી પરે,
તૃણોના રોમાંચે તરવરતી, મારા કર ફરે,
સુંવાળી ને લીસી દ્રુત ઝરણજંઘાગીતલયે
ખીણોમાં ઊંડેરી ઊતરું રતિના ગૂઢ નિલયે.
પુરાણું આ મારું વન ઘર, નહીં છપ્પર ભીંતો;
અહીં અંધારાથી, શરમ મૂકીને, સૂર્ય ૨મતો.
(૨૬-૯-૧૯૭૦)
hun awun chhun pachho, bahu din pachhi, gherah wanman,
utari nakhun chhun wasan purna sabhya jannan;
paheri lau lilun pat uDatun wata pawanman,
hun adiwasi sho pharun asal watawaranman
phuloman unDero utri madhu pito chashachshi
rajotato pawa wihaggan kera bajawto;
maheki matiman wrishabh madilo shring ghasto;
hun taDoman Dolun asaliyatno aasaw Dhinchi
stno shi ghatili ahinthin phuti tekari pare,
trinona romanche tarawarti, mara kar phare,
sunwali ne lisi drut jharanjanghagitalye
khinoman unDeri utarun ratina gooDh nilye
puranun aa marun wan ghar, nahin chhappar bhinto;
ahin andharathi, sharam mukine, surya 2mato
(26 9 1970)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 55)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000