ajantani guphaman - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અજંટાની ગુફામાં

ajantani guphaman

જશવંત લ. દેસાઈ જશવંત લ. દેસાઈ
અજંટાની ગુફામાં
જશવંત લ. દેસાઈ

નિહાળી રહૌં મૂર્તિ દહિન પડખે સુપ્ત પ્રભુની

ઉષઃકાલે જેવી અરુણ દ્યુતિ આભે પ્રગટતી

અહો, સંધ્યાકાલે પણ જીવનના કિરણ

તણી જાણે આભા! વદન પરિનિર્વાણની મુદા

છવાઈ છે ને જે જીવનભર આકંઠ પ્રભુની

રહ્યા ઝીલી વર્ષા પરમ ઋત સંજીવની સુધા

નીચે બેઠા ઢાળી ગમગીન મુખો, ઊર્ધ્વ ગગને

વધાવે ગંધર્વો અતિથિ પ્રભુના આગમનને !

અહો! તે કેવું પલટતું બધું! તેજકિરણ

જતું વીંધી અંતસ્તલ મુજ રીઢું, જન્મ થકી કૈં

વસાયેલા ખંડે ઊઘડી જતી કો બારી, ક્ષણમાં

ઊંડે અંધારાં સૌ ઝળહળ થતાં તેજરૂપમાં.

નથી સામે મૂર્તિ દહિન પડખે સુપ્ત પ્રભુની,

સૂતો છું હું, શાંતિ લહી પરમ નિર્વાણ મુદની

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004