punrawartan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પુનરાવર્તન

punrawartan

જશવંત લ. દેસાઈ જશવંત લ. દેસાઈ
પુનરાવર્તન
જશવંત લ. દેસાઈ

આજેય સ્મરણ શૈશવનું: પિતાજી

દાદા તણી છબિ વિશાળ કરે ગ્રહીને

ઊભા હતા લઘુક મેજ પરે, દીવાલે

લંબાવી હસ્ત છબિ ગોઠવી દીધ, શીર્ષ

નીચું નમ્યું, ચખથી મેાતીની સેર...ગેહે

વ્યાપી ગયો ઘડીક તો ઘન અંધકાર.

દૃશ્ય ફરી આજ, હો પરંતુ

જુદા, જૂની છિબ ખસી અવ પાર્શ્વ ખંડે

હું ગોઠવું છબિ પિતાજીની ખાલી સ્થાને

ભક્તિપૂર્ણ હૃદયે રહું વંદી તાત.

આંસુ નયને, ઉર ડૂમો

ને ઊંડી કો ગમગીની તણી છાંય.

બે દાયકા સરકતા ક્ષણ અર્ધમાં ને

હું જોઉં દૃશ્ય ફરી જ......

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 111)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981