pitani pratham mrityutithiye - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિતાની પ્રથમ મૃત્યુતિથિએ

pitani pratham mrityutithiye

ચિનુ મોદી ચિનુ મોદી
પિતાની પ્રથમ મૃત્યુતિથિએ
ચિનુ મોદી

તમે મારાથી કાં દૂરદૂર થતા જાવ? તમને

ધકેલે ધીમેથી સમય.…

સવારે ઊઠ્યામાં સ્મરણ થઈ આવે પ્રથમ, તેા

વિના કોઈ બ્હાને અવશ ઉર મોંફાટ રડતાં,

કડી સંબંધોની સહજ પણ ઢીલી થઈ ન'તી

ઘરે વાતેચીતે વિષય પણ જ; મળતાં

પથે સ્નેહીઓ તો સ્મરણ સઘળાં યાદ કરતાં

તમારી સાથેનાં.

હવે વીત્યે થોડો સમય નથી હું યાદ કરતો

પહેલાંની પેઠે; કદીક લઉં ચા બે કપ યદિ

તમારી પેઠે તો સ્મરણ ઉરમાં જાય છલકી;

વરે ધીમે ધીમે મુજ ઉરદશાને ઘર બધું.

તમારાથી હું યે દૂરદૂર થતો જાઉં; હળવે

મનેયે દે ધક્કો સમય...

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989