રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોફૂલોના ઝાકળે નાહી રૂપાળાં શમણાં સર્યાં,
સુંવાળાં પગલાં એનાં શોધતા તારકો પળ્યા,
વૃક્ષના ઊઘડ્યા ચ્હેરા, અંધારાં પાતળાં થયાં,
ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં.
પ્રભુની કવિતા જેવાં સુવર્ણકિરણો ફૂટયાં,
આંખમાં આંજીને એને દિશાઓ પાર ખૂંદવા
વાયુની અંગુલિ સાથે અંગુલિઓ ભરાવતાં
મેંય તે ચાલવા માંડયુ, પથો સૌ ગોઠિયા મળ્યા!
તૃણુની ક્ષિતિજો લીલી આંબવા દૃષ્ટિ માહરી
(લયમાં દોડતી વેગે ગીતની પંક્તિના સમી)
સ્પંદને હૂલવી હૈયું પર્ણમાં પર્ણ થૈ ઠરી,
ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી.
ટહુકો પંખીનો ગુંજ્યો, મુગ્ધ થૈ પખીએ અહો,
કંઠને પર્ણમાં વ્હેતો....વ્હેતો વ્હેતો કરી દીધો!
phulona jhakle nahi rupalan shamnan saryan,
sunwalan paglan enan shodhta tarko palya,
wrikshna ughaDya chhera, andharan patlan thayan,
chandrna smarne bhinan wadlano wahi rahyan
prabhuni kawita jewan suwarnakirno phutyan,
ankhman anjine ene dishao par khundwa
wayuni anguli sathe angulio bharawtan
menya te chalwa manDayu, patho sau gothiya malya!
trinuni kshitijo lili ambwa drishti mahri
(layman doDti wege gitni panktina sami)
spandne hulwi haiyun parnman parn thai thari,
Dolta drumni Dali anandbharthi lachi
tahuko pankhino gunjyo, mugdh thai pakhiye aho,
kanthne parnman wheto wheto wheto kari didho!

સ્રોત
- પુસ્તક : ઉદ્ગાર (પૃષ્ઠ ક્રમાંક 11)
- સર્જક : નલિન રાવળ
- પ્રકાશક : રવાણી પ્રકાશન ગૃહ
- વર્ષ : 1962