parewaDun - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ત્યાં રાત્રિમાં અધવચે મુજ ઊંઘ ભાંગી

પારેવડું ગભરુ ઘૂઘવતું છજામાં;

વીતી ગયા દિવસનું હજુ શુંય બાકી?

શાન્ત સૌ ક્ષણ વિશે ફરી ઘૂઘવે છે.

કેમે કરી મન થયું નિવારવાને

રાત્રિના પ્રહરમાં કહીં તે ઉડાડું!

ને બ્હાર તો લહર પોષની શીત ગાજે

બેચેન હું બની રહ્યો, હતું એક ગાજતું

તોયે થતું ગગન-તારક સર્વ ગાજે

‘પારેવડું-રૂપ’ લઈ મુજના છજામાં!

ના છેવટે રહી શક્યો મુજને હું હાથ,

બે હાથની થપકીથી દીધ ત્યાં ઉડાડી.

બીજે છજે લઘુક પાંખ ગઈ બિડાઈ,

નિદ્રાભર્યાં, પણ પછી ચખ ના બિડાયાં.

સ્રોત

  • પુસ્તક : આ નભ ઝૂક્યું (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2000