રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક એવું ઘર મળે આ વિશ્વમાં,
જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું;
એક એવું આંગણું કે જ્યાં મને;
કોઈપણ કારણ વગર શૈશવ મળે!
એક બસ એક જ મળે એવું નગર;
જ્યાં ગમે ત્યારે અજાણ્યો થઈ શકું;
‘કેમ છો?’ એવું ય ના કહેવું પડે;
સાથ એવો પંથમાં ભવભવ મળે !
એક એવી હોય મહેફિલ જ્યાં મને,
કોઈ બોલાવે નહિ ને જઈ શકું!
એક ટહુકામાં જ આ રૂંવે રૂંવે,
પાનખરનાં આગમનનો રવ મળે!
તો ય તે ના રંજ કૈં મનમાં રહે–
અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે....
ek ewun ghar male aa wishwman,
jyan kasha karan wina pan jai shakun;
ek ewun anganun ke jyan mane;
koipan karan wagar shaishaw male!
ek bas ek ja male ewun nagar;
jyan game tyare ajanyo thai shakun;
‘kem chho?’ ewun ya na kahewun paDe;
sath ewo panthman bhawbhaw male !
ek ewi hoy mahephil jyan mane,
koi bolawe nahi ne jai shakun!
ek tahukaman ja aa runwe runwe,
panakharnan agamanno raw male!
to ya te na ranj kain manman rahe–
ahinthi ubho thaun ne mrityu male
ek ewun ghar male aa wishwman,
jyan kasha karan wina pan jai shakun;
ek ewun anganun ke jyan mane;
koipan karan wagar shaishaw male!
ek bas ek ja male ewun nagar;
jyan game tyare ajanyo thai shakun;
‘kem chho?’ ewun ya na kahewun paDe;
sath ewo panthman bhawbhaw male !
ek ewi hoy mahephil jyan mane,
koi bolawe nahi ne jai shakun!
ek tahukaman ja aa runwe runwe,
panakharnan agamanno raw male!
to ya te na ranj kain manman rahe–
ahinthi ubho thaun ne mrityu male
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 272)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004