રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવહે છે આજેયે હજી ગિરિતણી પાર નદી તે
ઉછળંતી છોળો અચરજની નામો વગરનાં;
રહે છે આજેયે સરિતતટ એ સુંદર પરી
પ્રતીક્ષંતીઃ ક્યારે અહીંથી લઈ જાઉં અપહરી.
પહાડોમાં મારા થનગની રહે પ્રાણ કુતકે,
ફૂટે જાણે પાંખો, ઊડઊડ કરે ટૂકથી ટૂકે,
જવા ઠેકી ચાહે સકલ વ્યવધાનો મુજ હય,
અનાકાન્તો કેરાં ઇજન ગ્રહી લે આકળી વય.
‘જતા આ પ્હાડો જ્યાં નભમળી ત્યહીં દૂર અદીઠે
નદી કો વ્હે છે રે, ઝૂરતી ત્યહીં કો રાજકુંવરી...'
—મને આ પાસેનું સઘળું અળખું ઝેર અવ તો,
હવે તો હું ન્હૈં કે નહિ ક્ષિતિજ જે રહે અપસરી.
અગાઉથી પામું પુલતણી શ્રેણી પદપદે
સુદૂરસ્થે! તારી અનહદતણી આ સરહદે.
(૬-૧-૬૬, ૭-૧-૬૬, ૭-૯-૬૬)
wahe chhe ajeye haji giritni par nadi te
uchhlanti chholo acharajni namo wagarnan;
rahe chhe ajeye sarittat e sundar pari
prtikshanti kyare ahinthi lai jaun apahri
pahaDoman mara thanagni rahe pran kutke,
phute jane pankho, uDuD kare tukthi tuke,
jawa theki chahe sakal wyawdhano muj hay,
anakanto keran ijan grhi le aakli way
‘jata aa phaDo jyan nabhamli tyheen door adithe
nadi ko whe chhe re, jhurti tyheen ko rajkunwri
—mane aa pasenun saghalun alakhun jher aw to,
hwe to hun nhain ke nahi kshitij je rahe apasri
agauthi pamun pulatni shreni padapde
sudurasthe! tari anahadatni aa sarahde
(6 1 66, 7 1 66, 7 9 66)

સ્રોત
- પુસ્તક : ઉશનસ્ સમસ્ત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 343)
- સર્જક : ઉશનસ્
- પ્રકાશક : કવિશ્રી ઉશનસ્ અમૃત મહોત્સવ સન્માન સમિતિ
- વર્ષ : 1996