રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો[ચ્હાવાનું ક્હેવું સહુને નથી સ્હેલું કાંઈ.
—જાન્યુ. ૩૦,૧૯૪૮]
‘રડો ન મુજ મૃત્યુને! હરખ માય આ છાતીમાં
ન રે! -ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં?
વીંધાયું ઉંર તેથી કેવળ શું રક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો?
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો?
તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી. સત્યને
શ્વસ્યાં કરત ભૂતલે? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો! થયું
સુણો પ્રગટ સત્ય: વૈર પ્રતિ પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ!
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.’
‘અમે ન રડીએ, પિતા, મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યા જીવન.'
અમદાવાદ,૧-ર-૧૯૪૮ (વસંતવર્ષા)
[chhawanun khewun sahune nathi shelun kani
—janyu 30,1948]
‘raDo na muj mrityune! harakh may aa chhatiman
na re! kyam tamey to harakhtan na haiya mahin?
windhayun unr tethi kewal shun raktdhara chhuti,
ane nahi shun premdhar uchhli are ke raDo?
hatun shun balidan aa muj pawitra purun na ke?
adhurap dithi shun kain muj akshamya tethi raDo?
tame shun harkhat jo bhay dhari bhaji bhiruta
awak ashay hun hridayman rundhi satyne
shwasyan karat bhutle? maranthi chhutyo satyne
gale wisham je hato kanik kal Dumo! thayun
suno pragat satyah wair prati prem, prem ne prem ja!
hase isu, hase juo sukratu, saumya santo hase ’
‘ame na raDiye, pita, maran apanun pawan,
kalankmay dainyanun nij raDi rahya jiwan
amdawad,1 ra 1948 (wasantwarsha)

સ્રોત
- પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2005