maran - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મને મરવું ગમે છૂટક ટૂંક હફતા વડે

મળે મરણ ગાય-ગોકળ સમું, ધીમું, વાવરે

યદા કૃપણ સંપદા અસહ લોભથી ના ગમે

અનેક જન જીવતાં મરણ-ભાર માથે વહી

ભલે હલચલે જણાય જીવતાં, છતાં દીસતાં

મરેલ, શબ શાં અપંગ, જડ, પ્રેત દીદારમાં

અને મનસમાંય ઓઢત ભલે કો ખાંપણ,

મસાણ તરફે જતાં ડગમગંત પંગુ સમાં.

ગણું મરણ માહરું જનમસિદ્ધ શું માગણું,

અબાધિત લખેલ તામ્રપતરે જિવાઈ સમું.

કાં વસૂલ કરું મનગમંત રીતે હું

કરે કરજ લેણદાર ચૂકતું તકાદા વડે-?

ચહું ઉઘરાવવા મરણ એક હફ્તા વડે;

બિડાય ભવચોપડો, કરજમાં કાંધાં ખપે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004