milannu swapna - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મિલનનું સ્વપ્ન

milannu swapna

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
મિલનનું સ્વપ્ન
સ્નેહરશ્મિ

ત્યજીને ખોળો કો ગિરિવર તણો, ને વન વનો

તણાં ગાનો કેરા નિજ લહરમાં ઝીલી પડઘા,

કદી વા ઊંચા કો ખડક કપરા કાળ સરખા

ગજાવીને ગાને, ઘૂમટ રચીને શીકર તણો,

ઘડીમાં દોડે કો તરલ મીઠી કન્યા સમ અને

ઘડીમાં ફેલાતી ઉભય તટપે ગૌરવભરી

મહારાજ્ઞી જેવી, વહતી સરિતા જેમ ચમકે

સુણીને પે’લાં તો રવ ઉદધિનો કિન્તુ ઊછળી

પછી રે’તી તે ત્યાં જ્યમ ગહનના ભવ્ય સપને,

પ્રભો! તેવી રીતે કદી સરળ વા કષ્ટ વહતી,

કદી કાન્તારોમાં પરમ સુખના, વા ખડક પે

મહા દુઃખો કેરા, ફુદડી ફરતી, જીવન-નદી

સુણે આઘાતે જ્યાં ગહન ગહ્વરો કાળરવ ત્યાં

લખાશે ના ભાગ્યે મિલન-સપનાં તું - ઉદધિનાં?

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984