માતા
maataa
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
આ ભિન્નતા ઉભય અંગની! એથી કિંતુ
સાયુજ્યની અતુલ શી સુખભુક્તિમુક્તિ!
રે ભેદભંગમય ક્રીડનમાં સ્ફુરંતું
બ્રહ્માંડ આ સ-કલ(શી ગતિશીલ યુક્તિ!).
તું તો સખી! સલિલ નિર્મળ કૈં તરંગે
લોલાયમાન, વિકસ્યું જ્યહીં ફુલ્લ પદ્મ,
જેને સુકોમલ દલે ઉરને ઉમંગે
તું અગ્નિબિંદુ ધરતી નભકેરું છદ્મ!
તારે ઉછંગ રમતું શિશુ દંતહીન
એને અમીમય કરાવતી સ્તન્યપાન.
રોમાંચવીચિ મહીં જ્યાં તવ ચિત્ત લીન,
ઉલ્લાસનું દ્રવતું અસ્ફુટ ત્યાંથી ગાન.
એને વિલોલ દૃગ તારી અમીટ દૃષ્ટિ
મન્વંતરોની નીરખે પ્રભવંત સૃષ્ટિ.
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 39)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
